Rajkot: મોડા સુધી વેક્સિન કેન્દ્ર ચાલુ ન કરાતા નાગરિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો

વેકસીનેશનની ઘટ વચ્ચે લોકો હેરાન થતાં હોવાના અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે આજે રાજકોટ શહેરના (Rajkot)  અમીન માર્ગ ઉપર આવેલા વેક્સિનેશન (corona vaccination) કેન્દ્ર પર હોબાળો થયો હતો.  અમીન માર્ગ ઉપર વેકસીનેશન કેન્દ્રમાં આશરે દસ વાગ્યા સુધીનો સમય થઈ ગયો હોવા છતાં વેક્સિંનની કામગીરી શરૂ કરાઇ ન હતી. ઉપરાંત વ્યવસ્થાનો પણ અહીંયા અભાવ જોવા મળ્યો હતો ત્યારે લાઈનમાં ઉભીને પરેશાન થયેલા લોકો રજૂઆત કરવા સ્થાનિક આરોગ્ય કર્મી પાસે પહોંચ્યા હતા ત્યારે આ આરોગ્ય કર્મીઓ લાજવાના બદલે લોકો પર ગાજ્યા હતા. લોકો અને આરોગ્ય કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola