રાજકોટ: મોરબી રોડ પર આવેલ પુલ પરથી નીચે પટકાતા યુવકનું મોત
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા પુલ પરથી એક યુવક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતક યુવાનનું નામ પૂજનરાજ ચાવડા છે. જો કે, યુવકનું અકસ્માત થયું છે કે, કઈ રીતે નીચે પટકાયો તે અંગે જાણી શકાયું નથી.