સ્ટેચ્યુ ઓફ યુનિટીને અન્ય રાજ્યોથી જોડતી આઠ ટ્રેનોને PM મોદીએ આપી લીલીઝંડી

Continues below advertisement
PM મોદીએ આજે ગુજરાતને વધુ એક ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ સ્થાનેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની રેલ્વે સેવાનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ અમદાવાદથી કેવડીયા સુધીની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની પણ આજથી શરૂઆત થઈ. આ સાથે જ પ્રધાનમંત્રીએ કેવડિયા રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું.અમદાવાદથી ઉપડેલી શતાબ્દી ટ્રેનની પ્રથમ મુસાફરીમાં સંસદ સભ્યો, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, અલગ-અલગ યુનિવર્સિટીના કુલપતિ સહિત ફિલ્મકલા જગતના લોકોએ અમદાવાદથી કેવડિયા સુધી મુસાફરી કરી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram