રાજકોટઃ એઇમ્સ માટે ચાલુ વર્ષથી જ પ્રવેશ અપાશે, 18 અધ્યાપકોની ભરતી માટે ઇન્ટરવ્યૂ પૂર્ણ
હાલ નીટ પરીક્ષા પાસ કરેલા અને ધોરણ-૧૨ પછી મેડિકલમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કારણ કે ચાલુ વર્ષથી રાજકોટ એમ્સમાં મેડિકલની 50 બેઠકો શરૂ કરવામાં આવશે. જે માટે પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. હાલ કામચલાઉ ધોરણે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં એઇમ્સ માટે જગ્યા ફાળવવામાં આવી છે. એઇમ્સ કોલેજ માટે અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જે માટે ૧૮ અધ્યાપકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે, આગામી દિવસોમાં ઇન્ટરવ્યૂ કરવામાં આવેલા લોકોને પસંદ કરી કોલ લેટર પણ આપવામાં આવશે. હાલ પ્રારંભિક ધોરણે જોધપુર એઇમ્સ રાજકોટ એઇમ્સને ઊભી કરવામાં મદદ કરશે એટલે કે જોધપુર એઇમ્સના તબીબો અને ડિરેકટરના માર્ગદર્શનમાં તેનું સંચાલન કરવામાં આવશે.