Rajkot: સિવિલમાં ખાટલો જોઈતો હોય તો 9 હજારથી ઓછા નહીં થાય, પૈસા હોય તો સાંજે ચૌધરી સ્કૂલમાં આવી જજો.....
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દરરોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટમાં બેડની અછત વચ્ચે એક બેડ માટે નવ હજાર રૂપિયા માંગી કાળી કમાણી કરાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.