રાજકોટઃ પજવણીથી કંટાળીને સિંહ ત્રાડ નાખીને યુવકોની બાઇક પાછળ ભાગ્યો, યુવકો ઉભીપૂંછડીએ ભાગ્યા
ગીરના રાજા સિંહે રાજકોટના ગ્રામ્ય પંથકમાં ધામા નાંખ્યા છે. જેતપુર પંથકમાં સિંહની પજવણી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જેતપુરના આરબ ટીંબડી ગામનો છે. લોકો સિંહને જોવા તેની પાછળ પાછળ ફરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકોની પજવણીથી કંટાળેલો સિંહ તેની સામે ત્રાડ નાંખે છે. એટલું જ નહી સિંહ યુવકોની બાઇક પાછળ દોડે છે.