Rajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. સહકાર પેનલના 15, તો સંસ્કાર પેનલના 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજકોટ, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં  મતદાન યોજાશે. સાંજે ચાર વાગ્યા સુધી  મતદાન ચાલશે. ડેલિગેટ પદ્ધતિથી 332 જેટલા મતદારો  મતદાન કરશે. 19 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.


કલેકટર પ્રભવ જોશીને સમગ્ર ચૂંટણીની જવાબદારી  સોંપવામાં આવી છે. ચૂંટણી માટે  7 મતદાન મથકો પર વોટિંગ થશે. આ માટે  35 પોલિંગ સ્ટાફ અને 21 રિઝર્વ સહિત 50 કર્મચારી તૈનાત છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો માટે તમામ મતદાન મથક પર લઇ-જવા તથા મુકવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સહાયતા માટે 24x7 વોટર હેલ્પલાઇન નંબર 0281-2471573 કાર્યરત કરવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola