Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર

રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રણ હોદ્દેદારો વચ્ચે જંગ ખેલાશે. એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જો કે આ વર્ષે એસોસિએશનની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો થવાની શકયતા છે. ન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે એસોસિએશનની ચૂંટણી યોજાશે. આજે સવારે 9 વાગે ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. અને બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન થશે. એક કલાકના બ્રેક બાદ બપોરે ચાર વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે.

બાર એસોસિએશનના સમિતિ સભ્યો મળી કુલ 16 હોદ્દેદારો માટે ચૂંટણી યોજાશે. જેમાં 6 હોદેદારો, 1 મહિલા અનામત અને 9 કારોબારી સભ્ય છે. બાર એસો.ના પ્રમુખ પદ માટેના ત્રિપાંખિયો જંગમાં કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ છેડાઈ છે. ચૂંટણીના મેદાનમાં દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને પરેશ મારૂની સમરસ પેનલ ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારોમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ મેદાનમાં છે. કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola