Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

Continues below advertisement

Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

શારજંહા અને દુબઈ બાદ હવે સુરતથી બેંગકોકની ફ્લાઈટ પણ શરૂ થઈ ગઈ છે.. આજથી આ ફ્લાઈટની શરૂઆત થઈ ગઈ છે.. નવાઈની વાત તો એ છે કે ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે બધી ટિકિટ પણ બુક થઈ ગઈ છે.. સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો મળ્યા બાદ સુરથી વિવિધ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી..સુરતથી એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગકોકની ફ્લાઈટ 90%થી વધુ ફુલ, સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે..

આજે 20 ડિસેમ્બર, શુક્રવારથી સુરત-બેંગકોકની પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે. આ ફ્લાઈટની જાહેરાત થયા બાદ શરૂઆતના દિવસોમાં બુકિંગને લઈ થોડી નીરસતા દેખાઈ હતી. જોકે, સુરત-બેંગકોક ફ્લાઈટની પ્રથમ ઉડાનમાં જવાની 161 અને રિટર્નની 102 ટિકિટ બુક થઈ ચૂકી છે. 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram