Rajkot Bharat Bakery | રાજકોટની ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ, જુઓ અહેવાલ
Continues below advertisement
Rajkot Bharat Bakery | રાજકોટની નામાંકીત ભારત બેકરીના ટોસ્ટના નમૂના થયા ફેઇલ. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી. આ ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી આંતરડા,ચામડી અને પેટને લગતા રોગ થાય છે. લાંબો સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઑગસ્ટ મહિનામાં RMC ના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા સેમ્પલ. જેનો 4 મહિના બાદ આવ્યો રિપોર્ટ. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવાયા હતા. અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે નમૂના લેવાયા હતા. જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો.
Continues below advertisement