Rajkot | ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર,જુઓ કેવો છે માહોલ? | Abp Asmita

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે રાજકીય ધુરંધરોએ ચૂંટણીમાં ઝંપલાવતા વિધાનસભા ચૂંટણી જેવો માહોલ ઉભો થયો છે. આમ તો સહકારી બેંકની ચૂંટણી પર ખાસ કોઇનું ધ્યાન હોતું નથી પણ રાજકીય ધુરંઘરોએ ચૂંટણીમાં ઝંપલાવતાં આ ચૂંટણીએ શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે. ગોંડલ નાગરિક બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી 15 સપ્ટેમ્બરે યોજાશે.

Nagrik Bank Elections : ગોંડલ નાગરિક બેંક (Nagrik Bank Elections)ની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુંરધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઇ ગ.યો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ મામલે બેંકના ડિરેક્ટરે પોલીસવડા સમક્ષ રજૂઆત કરી અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા રોકવાની માગ કરી છે. જો કે સ્કૃટિની થઇ ગઇ છે અને  પિતા-પુત્રના ફોર્મ માન્ય રખાયા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola