રાજકોટ: દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર, જુઓ વીડિયો
રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે અકસ્માત સર્જ્યો છે. દોઢ વર્ષના બાળકને કારે કચડીને મોત નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળક રમતા રમતા કાર નજીક ઉભો હતો. અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. તેમજ બાળકનું મોત થયું હતું. અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.19)ની અટકાયત કરી લીધી છે. ભક્તિનગર પોલીસે કાર ચાલાક યશનું લાઇસન્સ રદ્દ કરવા રિપોર્ટ કર્યો છે.