Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. વૃદ્ધને સારવાર આપવી ન પડે તે માટે પોસ્ટ મોર્ટમ રૂમ પાસે મૂકી દેવામા આવ્યા હોવાનો ડોક્ટર પર આરોપ લાગ્યો છે. હોસ્પિટલના હેલ્પ ડેસ્કે માનવતા બતાવી પરંતુ ડોકટર સારવાર ન કરવી પડે તે માટે કૃત્ય કર્યાનો આરોપ છે. જો કે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ RMOએ તપાસ કરતા ડોકટર દ્વારા મહિલાને સ્ટેચરમાં મૂકી લઈ જતા CCTVમાં જોવા મળી રહ્યા છે. જેથી સીવીલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે હોસ્પિટલનાં મીડીયા કોર્ડીનેટર હેતલ કયાડા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રે 10.30 વાગ્યે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હેલ્પ ડેસ્કની ટીમનાં જે માણસો હોય છે. તેઓ દ્વારા સવાર, બપોર તેમજ સાંજે દર્દીઓની મુલાકાત લેવામાં આવે છે. ત્યારે હેલ્પ ડેસ્કનાં માણસો વૃદ્ધાની મુલાકાત લેવા ગયા ત્યારે તેઓ ત્યાં ન હતા. જે બાદ તેઓએ તપાસ હાથ ધરતા દર્દી જ્યાંથી મળી આવેલ ત્યાંથી તેઓને પરત સર્જરી રૂમમાં લાવ્યા હતા. તેમજ આ બાબતે તબીબ અધિક્ષક દ્વારા તપાસની ટીમ બનાવવામાં આવી છે. સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે જે કોઈ પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ અધિક્ષક તેમજ મેડિકલ કોલેજના ડીન દ્વારા જે તે વ્યક્તિને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે તેમ છે.'