રાજકોટમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનો કલેક્ટરનો દાવો, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેકટર એ આ મુદ્દે જણાવ્યું હતું કે, ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુર જેવા નગરપાલિકા વિસ્તારમાં કેસ વધુ છે. નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જોકે સ્થિતિ કાબુમાં હોવાનો કલેક્ટરે દાવો કર્યો હતો. કોન્ટેક્ટ ડોક્ટરોને હાજર થવા અંગે જણાવ્યું હતું કે, બોન્ડેડ ડોકટરોને હાજર થવા પત્ર લખાયા છે . જો કે કોઈ ડોકટરોને ડ્યુટી ફાળવવામાં આવી નથી. કલેક્ટરને જણાવ્યું કે, ધન્વંતરિ રથ અને સંજીવની રથ કાર્યરત છે.