Rajkot Corporation | રાજકોટમાં લોક દરબાર | લોકોના સવાલોથી ભાજપના નેતાઓને વળી ગ્યો પરસેવો

Continues below advertisement

રાજકોટ મનપાના લોક દરબારમાં હોબાળો થયો હતો. વોર્ડ નંબર 11 નો યોજાયો હતો લોક દરબાર.પ્રાથમિક સુવિધા અંગે રહેવાસીઓએ મેયર સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓને ઉઘડા લીધા હતા.અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ સમાધાન આવતું નથી.ગંદકી વચ્ચે અમે જીવી રહ્યા છીએ.લોકોનો આક્રોશ જોઈ અધિકારી તેમજ પદાધિકારીઓએ ચૂપી સાધી હતી. ગંદકી અંગેના સવાલ ઉઠાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોંગ્રેસના અગ્રણી નયનાબા જાડેજા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી.લોક દરબારમાં મેયરને જવાબ આપવાનો હોય છે પરંતુ ચેરમેન કે જવાબ આપે છે. શું મેયર શોભાના ગાંઠિયા સમાન છે. તેમને નયનાબા જાડેજાએ જણાવ્યું હતું.લોક દરબારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા બેઠા છીએ નહીં કે રાજકારણ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.. સ્થાનિકોએ પણ પોતાના વિસ્તારમાં અલગ અલગ પ્રશ્નોને લઈને આક્રોસ ઠાલવ્યો હતો...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram