Rajkot: રાજકોટમાં ગરબાના નામે ફિલ્મી ગીતો પર ઠુમકા, આયોજકો ભૂલ્યા ભાન

Continues below advertisement

રાજકોટમાં ગરબાના નામે ફિલ્મી ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજકોટના નીલ સિટી ક્લબના ગરબામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા. માતાજીની આરાધનાના નામે આયોજકો ભાન ભૂલ્યા હતા. સભ્ય સમાજ અને સંસ્કૃતિને લાંછન લગાવે તેવી ઘટના જોવા મળી હતી. ગરબાનો આયોજક પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ છે. ગરબા સમયે મારામારી થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નીલ સિટીમાં ગરબા રમવા હાઈપ્રોફાઈલ લોકો જાય છે.

રાજકોટમાં સૌથી નામચીન નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં આવ્યા હતા. નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા હતા. સાંભળીને પણ શરમ આવે તેવા ગીતો પર માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા હતા. ગત વર્ષે પણ આ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડવા માટે વિવાદમાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા આયોજન કરવામાં આવે છે. ગઈકાલે પણ નીલ સિટી ક્લબના ગરબા દરમિયાન મારા મારી થઈ હોવાની વાત ચર્ચાઈ રહી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola