રાજકોટમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. રાજકોટના ગોંડલના વેકરી ગામના ડેમમાં પુલ પરથી  એક કાર ખાબકી હતી. જેમાંથી બે વ્યક્તિની લાશ મળી આવી હતી. આ કેસમા તપાસ કરતા જાણવા મળ્યું કે, આ અકસ્માતનો નહી પણ હત્યાની ઘટના છે. મૃતક રમેશ બાલધાની અને કારચાલક અશ્વિન પરમારની હત્યા કરવામાં આવી હતી. પતિ રમેશ બાલધાની 25 લાખની વીમા પોલિસી અને જમીન મેળવવાના ઈરાદાથી મંજૂએ તેના ભાઈ નાનજી સાથે મળી રમેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જૂનાગઢના અશ્વિન પરમારની કાર ભાડે રાખી ચોટીલા દર્શને જવાનું નક્કી કર્યું હતું. દર્શન કરી પરત ફરતી વખતે સાજિશ મુજબ મંજૂ તો રસ્તામાં ગોંડલ ઉતરી ગઈ.. બાદમાં નાનજીએ વેકરી ગામના ડેમ તરફ કાર લઈ જવાનું કહી.. પોતાના બનેવી રમેશભાઈ અને કારચાલકને ચિક્કાર દારૂ પીવડાવ્યો. અને આખરે નશામાં ચૂર પોતાના બનેવી અને કારચાલકને કાર સાથે જ ધક્કો મારી 20 ફૂટ ઉંડા ડેમમાં ધકેલી દીધા હતા. ત્રણ દિવસથી રમેશભાઈની ભાળ ન મળતા તેના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો કારચાલકનો પણ કોઈ પત્તો ન લાગતા તેના પરિવારજનોએ પણ પોલીસને જાણ કરી હતી. પોલીસે રમેશના સાળા નાનજીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને ડેમમાંથી કાર બહાર કાઢી બંનેની લાશ કબજે કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram