Rajkot: ઘરે મળેલી ફાઈલો પર રાજકોટમાં પૂર્વ ચીફ સીટી એન્જિનિયર અલ્પના મિત્રાનો મોટો દાવો
પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા બાદ હવે રાજકોટના પૂર્વ સીટી ઇજનેર કલ્પનાબેન મિત્રને મુશ્કેલીમાં વધારો થાય તો નવાઈ નહીં. કલ્પનાબેન મિત્રાએ થોડા દિવસ પહેલા જ રાજીનામું આપ્યું છતાં તેમના ઘરમાંથી 40 જેટલી ફાઇલો મળી આવતા ખડભરાટ મચી ગયો છે. અલ્પનાબેન મિત્રા જણાવ્યું,મારા કાર્યકાળ દરમિયાન જે કામો થયા છે તેને સર્ટિફાઇડ કરવા અધિકારીઓનો ફોન આવ્યો હતો અને બાદમાં મારા ઘરે ફાઈલો મૂકી ગયા હતા. તો આજે મનપા કમિશનરે કરી પ્રેસ કોન્ફરન્સ અને તપાસ ચાલુ છે તેવી વાત કરી.
જેમનો રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી દબદબો જોવા મળ્યો તેવા પૂર્વ સીટી ઇજનેર આ છે અલ્પનાબેન મિત્રા.. આજે રાજકોટમાં કોઈ તેમના નામથી અજાણ હશે.. કેમકે છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ હોદા પર બીરાજમાન રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા ની મહત્વની ગણાતી આવાસ વિભાગમાં તેઓ ઘણા સમયથી કાર્યરત હતા . માસ ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને મહત્વના ગણાતા અનેક વિભાગોમાં ઉચ્ચ હોદાઓ ઉપર કામ કરી ચૂક્યા છે.. તેમના પર ભૂતકાળમાં આવાસથી લઈ અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા હતા જેમાંથી અમુક તપાસ ચાલુ છે અને અમુક તપાસો પૂર્ણ થઈ ગઈ છે. બે દિવસ પહેલા અલ્પનાબેન મિત્રા એ મુખ્ય સીટી ઇજનેર તરીકે રાજીનામું આપી દેતા મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો.. રાજીનામું આપ્યા ના ઠીકર બે દિવસ બાદ તેમના ઘરે થી મોટા પ્રમાણમાં ફાઈલનો જથ્થો મળી આવ્યો મહાનગરપાલિકાના કમિશનરના આદેશ બાદ વિચલિયન્સ ની ટીમ પહોંચી હતી અને તેમના દ્વારા તપાસ કરી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું આ સમયે અલ્પનાબેન મિત્રા એ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરી હતી અને કહ્યું હતું કે મારા સમય દરમિયાન જે કામો થયા છે સર્ટિફાઇડ કરવા માટે વોટર વર્ક અને શાખાના અધિકારીઓનો ફોન આવ્યો હતો. બાદમાં મેં કહ્યું હતું કે મે રાજીનામું આપી દીધું છે આમ છતાં મારા ઘરે અધિકારીઓ ફાઇલ મૂકી ગયા હતા.. જ્યારે અધિકારીઓ ફાઇલ મૂકી ગયા હું ઘરે ન હતી અને જ્યારે હું ઘરે આવી ત્યારે વિજિલન્સ ની ટીમ આવી હતી..