રાજકોટઃ મગફળીના 1200 રૂપિયા મળવા જોઇએ તેવી ખેડૂતો કરી રહ્યા છે માંગ

ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે એક મણ મગફળીના સો થી દોઢસો રૂપિયા વધુ મળે છે. તો બીજી તરફ સિંગતેલના ભાવ ગતવર્ષ કરતાં ડબે 500 રૂપિયા વધુ છે. રાજકોટ યાર્ડમાં મગફળીની વેચવા માટે આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે જે રીતે સીંગતેલનો ડબ્બો 2300 થી 2400 રૂપિયા છે. તે રીતે મગફળીના 1200 થી 1300 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ. જણાવ્યું હતું કે ખેડૂતો ચાર મહિના મહેનત કરે છે બિયારણ,ખાતર, જંતુનાશક દવા, ડીઝલ સહિતનો ખર્ચ કરે છે. તો ખેડૂતોને મહેનતના પ્રમાણમાં વળતર મળતું નથી. તો બીજી તરફ ચાઇના જેવા દેશમાં નિકાસ કરીને ઓઇલ મિલરો અને નિકાસકારો મોટા પ્રમાણમાં નફો રળી લેતાં હોય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola