
Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યું
Continues below advertisement
Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યું
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્તને હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગની ઘટના બનતા હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય દર્શિતા શાહ સહિતનાં હોસ્પિટલ પહોંચ્યા
Continues below advertisement