રાજકોટમાં કોરોનાના કારણે એક પણ મોત નહીં થયાનો સરકારનો દાવો, ABPની તપાસમાં 15 મોતનો થયો ધડાકો, જુઓ વીડિયો
ગુજરાત (Gujarat) માં સરકારી આંકડા પ્રમાણે ગઈ કાલે કોરોના (Coronavirus)થી કુલ 15 લોકોના મોત થયા હતા. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. સરકારે રાજકોટ (Rajkot)માં કોરોનાથી એક પણ દર્દીનું મોત ન થયું હોવાનો દાવો કર્યો હતો. જોકે, એબીપી અસ્મિતાની તપાસમાં 15 મોત થયા હોવાનો ધડાકો થયો હતો.