રાજકોટ: ફેરિયાએ પોલીસકર્મી પર કર્યો છરી વડે હુમલો, જુઓ વીડિયો
રાજકોટના નાના મવા રોડ પર બુધવારે દબાણ દૂર કરવા ગયેલી રાજકોટ મનપાની ટીમ પર એક ફેરિયાએ છરી વડે હુમલો કરતા નાસભાગ મચી હતી. નવાઝ નામના શાકભાજીના ફેરિયાએ પહેલા તો વિજિલન્સના પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી અને બાદમાં જ્યારે પોલીસકર્મીઓએ અટકાયતનો પ્રયાસ કર્યો તો નવાઝે છરી કાઢી હુમલો કરી દીધો હતો. હુમલામાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી.