Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ
Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ
રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. રાજકોટથી થોડે દૂર નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. નાકરાવાડી ગામ પાસે આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. હાલ તો આગને કાબૂમાં લેવા માટે ચાર જેટલા ફાયર ફાઈટર રાજકોટથી રવાના થયા છે. અંદાજે સવારે 9:30 વાગ્યાની આસાપાસ આગ લાગવાની ઘટના બની હતી.
રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા
ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. નમકીન કંપનીમાં આગની ઘટના બની છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.