મારુ શહેર મારી વાતઃ રાજકોટના લોકો નવા કોર્પોરેટરો પાસે શું રાખી રહ્યા છે અપેક્ષા?
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો ત્યારે રાજકોટના લોકોની અપેક્ષાઓ વધી જાય છે રાજકોટના મવડી વિસ્તારમાં પાર્કને કાવેરી પાર્ક વિસ્તારની એબીપી અસ્મિતાની ટીમે મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક નહીં પરંતુ અનેક પ્રશ્નો છે.ચોમાસામાં પાણી ઘરોમાં ઘૂસી જાય છે રસ્તા પર પાણી ફરી વળે છે તો ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળતું નથી.