Rajkot Lok Mela Closed | ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો કરાયો બંધ, સૌથી મોટા સમાચાર | ABP Asmita

Rajkot Lok Mela Closed |  રાજકોટના લોકમેળાને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટનો લોકમેળો બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત આપવામાં આવશે. ધારાસભ્ય ઉદયકાનગીરની દરમિયાન ગેરીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમએલએ ઉદયકાનગડે મુખ્યમંત્રીને આ અંગે જાણ કરી હતી અને જે સ્ટોલ ધારકો છે તેમને પણ ભરેલી રકમ પરત આપવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઈટ સંચાલક એ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી અને આ સાથે જ કલેક્ટરે સ્ટોલ ધારકોને બાહેધરી પણ આપી છે. કારણ કે રાજકોટમાં જે પ્રકારે હાલ સતત વરસાદી માહોલ હતો અને વરસાદના કારણે આ રાજકોટનો લોકમેળો ધોવાઈ ચૂક્યો છે. હવે આ લોકમેળો બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે સૌથી વધારે જે મેળમાં સ્ટોલ ધારકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગઈકાલે પણ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તેમને રજુઆત કરવામાં આવી હતી. વેપારીઓની જે ડિપોઝિટ અથવા તો જે નુકસાન થયું છે તે ડિપોઝિટ પરત આપવામાં આવે તેવી અત્યારે માંગણી કરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળો બંધ રાખવાનો અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola