
Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો
રાજકોટમાં મેકડોનાલ્ડસની ગંભીર બેદરકારીના આરોપ. વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યાનો આરોપ. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધો. કેવલ વિરાણી નામના યુવકે ઓનલાઈન વેજ બર્ગર મંગાવ્યા હતા. જેમાંથી બે નોન વેજ બર્ગર નીકળતા કન્ઝ્યુમર કોર્ટમાં કરી ફરિયાદ...
ઓનલાઈન ફૂડ મંગાવનારાઓ થઈ જાઓ સાવધાન.. રાજકોટમાં મેકડોનાલ્ડસ સામે ગંભીર બેદરકારીના આરોપ લાગ્યા છે.. કેવલ વિરાણી નામના યુવકે ઓનલાઈન છ વેજ બર્ગર મંગાવ્યા..પરંતુ વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યું હોવાનો આરોપ છે. ભોગ બનનારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ મામલે મેકડોનાલ્ડસ લાઈઝનિંગ ઓફિસરે પ્રતિક્રિયા આપી. બીપીનભાઈ પોપટનું કહેવું છે કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ. અમારે દરરોજના અનેક ઓર્ડર આવતા હોય છે. અમારા સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ ઈરાદો હોતો નથી..સરકારના વેજ નનોવેજના નિયમ મુજબ ચાલીએ છીએ. અમે પણ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવીએ છીએ..જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું. અમારાથી ભૂલ થઈ માફી માગીએ છીએ.