રાજકોટ મનપાએ KKV સર્કલ પાસે 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્પીડ લીમીટનું લગાવ્યું બોર્ડ ! ,જુઓ વીડિયો
રાજકોટ શહેરમાં 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ ની રફતાર થી વાહન ચલાવવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આવું મનપાના સામાન્ય જ્ઞાનના અભાવને લીધે બન્યુ હતું. શહેરના કાલાવડ રોડ પર આવેલ મોટા મોવા અને KKV સર્કલ પાસે મનપા એ લગાવ્યું બોર્ડ હતું જેમાં 40 KMPSનું લખેલું હતું, પ્રતિ કલાકની જગ્યાએ પ્રતિ સેકન્ડ નું બોર્ડ લગાવ્યું હતું. મનપા દ્વારા વધુ એક વખત સાઈન બોર્ડને લઈ ભાંગરો વાટવામાં આવ્યો.