Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
રાજ્ય સરકાર ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ના ભલે અભિયાનો ચલાવતી હોય પણ જસદણના નાયબ કલેકટરે કરેલા તઘલખી ફરમાને સવાલ ઉભો કર્યો કે કેવી રીતે ભણશે ગુજરાત. શિક્ષણના સત્યનાશ વાળવાના કારસાનો પર્દાફાશ થયો હતો. નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપી છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે તિર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં VVIP અને ભક્તો ઉમટી પડે છે. આ દરમિયાન લોકમેળો, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે.
આ ઉપરાંત મંદિર ખાતે ભંડારા સહિતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જસદણના 30 શિક્ષક અને તાલુકા શિક્ષણાધિકારીને દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી સોંપાઈ છે. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન 30 શિક્ષકને સ્થળ પર હાજર રહેવા હુકમ કરાયો હતો. હવે સવાલ એ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત.