Rajkot News | રાજકોટમાં 2 લોકોને લાગ્યો વીજકરંટ, એકનું મોત
Continues below advertisement
Rajkot News | રાજકોટના ગોકુલ નગર વિસ્તારમાં બાંધકામનું કામ કરતા એક મજૂરને શોર્ટ લાગતા મૃત્યુ થયું અને એક મજૂરને સારવાર માટે ખસેડવામાં આવ્યા. બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા. બાંધકામનું કામ કરતા હતા અને બાજુમાં નીકળતા તાર ને અડી જતા મૃત્યુ થયું. મુકેશ પરમાર નામના મજુર નું મૃત્યુ થયું, એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. મજુર મુકેશ પરમાર મૂળ ગોંડલના ગુંદાસરા ગામનો વતની. દેવશીભાઈ વઘેરાનું મકાન હતું. મકાન માલિકના ભાઈએ ઘટનાની હકીકત જણાવી. મકાનની બાજુમાંથી તાર નીકળતા હતા અને મજૂરો તારને અડી જતા મૃત્યુ થયું. એક મજૂરનું મૃત્યુ થયું અને બીજા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.
Continues below advertisement