Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું| Rajkot painted in the colors of Krishna devotion, Vrindavan Dham built in an area of ​​12.50 acres

રાજકોટના વૃંદાવન ધામમાં ભવ્ય ધ્વજાજીનું આરોહણ થયું. વિશાલ બાવા દ્વારા બનાવેલા કમળની મદદથી વૃંદાવન ધામમાં ભવ્ય ધ્વજાજીનું આરોહણ થયું. આ પ્રસંગે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રી ધ્વજાજીના છપ્પન ભોગ મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું

રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું. કાલાવડ રોડ પર ઈશ્વરીયા ગામમાં 12.50 એકર જેટલી વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું. નાથદ્વારાથી શ્રીનાથજીની ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે 56 ભોગના દર્શન રાખવામાં આવ્યા. જેનો હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓએ લાભ લીધો. અહીંયા આવનાર સૌ ભક્તો કૃષ્ણની ભક્તિમાં લિન થઇ જાય તે મુજબનું આયોજન કરી ખાસ શ્રીનાથજી ધજા સાથે સાથે પ્રેમ મંદિર, મોતી મહેલ, શામળાજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. અને ખાસ જે લોકો શ્રીનાથદ્વારા સુધી નથી પહોંચી શકતા તેઓને ઘર આંગણે રાજકોટમાં આ ખાસ દર્શનનો લ્હાવો મળી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola