Kesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહાર
ભાજપના બળવાખોર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટીના હોદ્દેદારો સામે કાઢ્યો બળાપો. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં માતરથી ચૂંટાયા બાદ કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં લાઈવ કરી વિરોધીઓને આપ્યો જવાબ. કેસરીસિંહે બળાપો ઠાલવ્યો કે, મને હરાવવા માટે ભાજપની ટોળકી ઉતરી પડી હતી. કેસરીસિંહે અજિતસિંહ અને ચંદ્રેશ પટેલ પર આકરા પ્રહાર કર્યા... ચંદ્રેશ પટેલ ધારાસભ્ય કલ્પેશ પરમારના ખૂબ જ નજીકના મનાય છે. કેસરીસિંહનું કહેવું છે કે, નડિયાદમાં ભાજપના પ્રમુખ. બે મહામંત્રી. બે ધારાસભ્ય અને અમૂલના ચેરમેન હોવા છતાં હાર્યા. હિંમત હોય તો વિરોધી ટોળકી ભાજપમાંથી રાજીનામું આપીને બતાવે. મારું રાજીનામું માગનાર પહેલાં પોતાની અંદર ઝાંકીને જુએ. કેસરીસિંહે
વિરોધી જૂથના આગેવાનોને પડકાર ફેંક્યો હિંમત હોય તો ભાજપના મેન્ડેટ વિના આગામી જિલ્લા પંચાયતની ચૂંટમીમાં લડીને બતાવો.