
Rajkot news : હોટલમાં આતંક મચાવનાર લુખ્ખાતત્વોને રાજકોટ પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
Continues below advertisement
રાજકોટમાં આકાશવાણી ચોક નજીક આવેલા હોટલના સંચાલક પર હુમલો કરનાર લુખ્ખાતત્વોને પકડી પાડી રાજકોટ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટમાં આકાશવાણી ચોક નજીક હોટલમાં આતંક મચાવનાર લુખ્ખાતત્વોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. જાહેરમાં હાથ જોડીને મંગાવી માફી. રાજકોટમાં આકાશવાણી ચોકમાં ઠાકરધણી હોટલમાં આશરે 15 શખ્સે જાહેરમાં કરી હતી મારામારી. સમગ્ર ઘટના CCTVમાં કેદ
રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની ઘટના સામે આવી હતી. મારમારીની ઘટનામાં 6 લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. પોલીસે બનાવમાં 15 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમુક શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે.
Continues below advertisement