Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
પોલીસની સતર્કતા અને કાનૂન વિદો તેમજ સરકારી એજંસીઓના અદભુત સંકલનથી માત્ર 43 દિવસમાં દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. ચાર ડિસેમ્બરે રાજકોટના આટકોટમાં 7 વર્ષની માસૂમને પીંખી નાખનાર તેમજ ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડનાર નરાધમને તેની કરતૂતના અઢી મહિના પૂરા થાય તે પહેલા જ રાજકોટની સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે..ચાર ડિસેમ્બરે બપોરના રેમસિંગ નામના આ નરાધમે મોટર સાઈકલ પર બાળકીનું અપહરણ કર્યું અને ત્યારબાદ જઘન્ય કૃત્ય આચર્યું હતું. જો કે સ્થળ પરથી ભાગેલા રેમસિંગને પોલીસે આઠ ડિસેમ્બરના રોજ ધરપકડ કરી હતી..ત્યાર બાદ ગણતરીના દિવસોમાં પુરાવાઓ એકત્ર કર્યા.પોલીસે 11 દિવસમાં તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી..બીજી તરફ પીડિતાના પિતાની અપીલને ધ્યાનમાં રાખી અદાલતે આ કેસની સુનાવણી રોજના રોજ કરવાનું નિર્ધારિત કર્યું...અને એ જ કારણ છે કે, ચાર્જશીટ ફાઈલ કર્યાના માત્ર 11 દિવસમાં કોર્ટે ચુકાદો આપ્યો..રેમસિંગને 12 જાન્યુઆરીએ દોષિત જાહેર કરાયો અને આજે સજાનું એલાન કરાયું..સરકારી વકીલો, એફએસએલ, પોલીસ સહિતની તમામ એજંસીઓએ દીકરીને ન્યાય અપાવવા રાત દિવસ એક કર્યો અને આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે સ્વભાવિક રીતે દીકરીઓ પર અત્યાચાર કરનારાઓને એક સ્પષ્ટ સંદેશ છે..કે, ગુજરાતમાં કોઈ પણ દીકરીને હેરાન કરી તો તમારું બચવું મુશ્કેલ છે..