રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ બાદ પ્રશાસન જાગ્યું, અલગ અલગ હોસ્પિટલોમાં પાડવામાં આવ્યા દરોડા
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા મામલે હવે મનપા તંત્ર જાગ્યું છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના 48 કલાક બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આજથી કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધર્યું છે.