Rajkot ની સિવિલ હોસ્પિટલમાં માતા અને બાળકીના મોત બાદ પરિવારજનોનો હોબાળો
રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષીય મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ તેની માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.