રાજકોટ: આઈ શ્રી ખોડિયાર ક્રેડિટ કો.ઓ.સોસાયટી સાથે છેતરપિંડીના કેસમાં આરોપીની અટકાયત
રાજકોટ આઈ શ્રી ખોડિયાર ક્રેડિટ કો.ઓ.સોસાયટી સાથે છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સંજય ઉર્ફે એસ્ટ્રોન લીલા ભંભલાણીની અટકાયત કરી છે. આરોપીએ 1.25 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સંચાલક દોલતસિંહ રાઠોડની 4 જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હતી. આરોપી સંજય ઉર્ફે એસ્ટ્રોન મોટો બુકી છે. આરોપી સંજય ઉર્ફે એસ્ટ્રોનના કોરોના ટેસ્ટ પછી સત્તાવાર ધરપકડ કરાશે.