રાજકોટઃ નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું ઝડપાયું કૌભાંડ, કેટલામાં વેચતા હતા ડિગ્રી?
રાજકોટમાંથી નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વેચતા ત્રણ લોકો ઝડપાયા છે. રૂપિયા 70 હજારથી માંડી એક લાખ રૂપિયામાં ડિગ્રી વેચતા હતા.