Rajkot : દુષ્કર્મના આક્ષેપ સાથે યુવતીના આપઘાતના પ્રયાસ પછી ભૂવો આવ્યો સામે, કહ્યું, 'મારી તેની સાથે સારા સંબંધ હતા, પણ...'
રાજકોટ સુરજ ભુવાજી વિરૂદ્ધ દુષ્કર્મના મામલે હવે સુરજ ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે. ઈન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરાયો છે. વીડિયોમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું. યુવતીની માંગણી ન સંતોષાતા દાખલ કરી છે ખોટી ફરિયાદ. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી. પુરાવા એકત્ર કરી પોલીસ સ્ટેશને સામેથી જઈશ. ત્રણ દિવસ પૂર્વે યુવતીએ રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.