રાજકોટઃ ગોંડલ સબજેલના સસ્પેન્ડેડ જેલર ઝડપાયો, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રાજકોટમાં નિખિલ દોંગાની ગેંગને સુવિધા પુરી પાડવાના ગુનામાં જેલરની ધરપકડ કરવામાં આવી હતી. સસ્પેન્ડેડ જેલરના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તે છેલ્લા એક માસથી પોલીસ સાથે સંતાકૂકડી રમતા હતા. જેલરે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.