Rajkot ની આ સ્કૂલની મનમાની, ફી નહી ભરનાર વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ ઘરે પહોંચાડ્યા
રાજકોટ મોદી સ્કૂલની મનમાની આવી સામે..અને ફી નહીં ભરનારા અને બાકી ફીના વિદ્યાર્થીઓના ઘરે લિવિંગ સર્ટિફિકેટ પહોંચતા કર્યા હતા આ અગાઉ રોઝરી સ્કૂલ પણ લિવિંગ સર્ટિફિકેટને લઈને વિવાદમાં આવી હતી.ગત વર્ષે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેને લઈને સ્કૂલના સંચાલકો ફી ભરવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરી રહ્યા છે. વાલી મંડળ અને વિદ્યાર્થી સંગઠન NSUIએ અનેક વખત આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રજૂઆત પણ કરી છે