Rajkot: BJP સંગઠનના માળખામાં ફેરફાર થશે, જીતેલા હોદ્દેદારોના સ્થાને નવા વ્યક્તિને અપાશે તક

રાજકોટ શહેર ભાજપના સંગઠનના માળખામાં ફેરફાર થશે. ચૂંટણી જીતેલા હોદ્દેદારોના સ્થાને નવા વ્યક્તિઓને તક આપવામાં આવશે. એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ અંતર્ગત ફેરફાર કરવામાં આવશે.રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ઉપ પ્રમુખ પ્રદીપ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, દર્શિતા બેન શાહ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડિયા સહિતના હોદ્દેદારોના રાજીનામા લઈ નવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola