Rajkot: કોરોનાના કેસમાં વધારો થતા આ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી બંધ
રાજકોટમાં સતત વધતા કોરોનાના કેસને લઈને કાલાવાડ રોડનું સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે. BAPS સંસ્થાએ આગામી 30 એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સંક્રમણ ફેલાય નહીં લોકો મંદિરમાં એકઠા થાય નહીં તે માટે સાધુ સંતોએ આ નિર્ણય લીધો હતો.