રાજકોટના વેપારીઓએ મુખ્યમંત્રી રૂપાણીને લોકડાઉન લાદવા કહેતાં રૂપાણીએ શું આપ્યો જવાબ ? જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. રાજકોટમાં દરરોજના 400 થી વધુ કેસ આવી રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (Rajkot chamber of Commerce) મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપ્યું છે કે, કર્ફ્યુથી કોરોના ઘટતો નથી, સરકાર નિર્ણય નહીં લે તો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) કરીશું.