Rajkot TRP Game Zone | અગ્નિકાંડને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન.. જુઓ વીડિયોમાં
Rajkot TRP Game Zone | રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને છે. ગઈકાલે ત્રિકોણ બાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી સાથે અનેક કાર્યક્રરો જોડાયા હતા. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.'