Rajkot TRP Game Zone Fire | Arvind Raiyani | ગેમ ઝોન સાથે સીધી કે આડી રીતે કોઈ લેવાદેવા નથી

Continues below advertisement

Rajkot TRP Game Zone Fire | પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ સાથે ખાસ વાતચીત. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ના આક્ષેપો ને લઈને આપી પ્રતિક્રિયા. જો અગ્નિકાંડમાં જવાબદાર હું હોવ તો મારી સામે પણ પગલા લેવા. હું એક કાર્યક્રમ અંતર્ગત ત્યાં ગયો હતો, મારે અને ગેમઝોન ના સંચાલક સાથે કોઈ લેવા દેવા નથી. ઓટો એક્સપો ના કાર્યક્રમમાં ગયો હતો. ઓટો એક્સપો TRP એરિનામાં થયો હતો. શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ અગ્નિકાંડ મામલે રાજકારણ કરી રહી છે. 

સરકારે કરેલી કાર્યવાહી અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. નાના અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા. જ્યાં મોટા અધિકારીઓ જતા હોય ત્યાં નાના અધિકારીઓ પગલાં લઈ શકે. રાજકોટ શહેરના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ગયા હતા. મોટા અધિકારી ગયા હતા ત્યાં કેવી રીતે ત્યાં પગલાં લેવાય. 2022માં રાજકોટના મેયર અને ધારાસભ્ય ત્યાં ગયા હતા. સોશ્યલ મીડિયામાં ફોટા મૂકવામાં આવ્યા છે. કલેકટર, એસપી, મ્યુનિ. કમિશ્નર, ઝોનના પોલીસ અધિકારી ત્યાં ગયા હતા. મોટા અધિકારીઓ જતા હોય ત્યાં નાના પીઆઇને તમે સસ્પેન્ડ કેવી રીતે કરી શકો. મોટા અધિકારીઓના નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરો. હપ્તા ઉઘરાવીને આપે તેને પ્રમોશન આપવામાં આવે છે. સારું કામ કરનાર અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપવામાં આવે છે. અમારું કીધું નહિ કરો તો તમારી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપે છે. સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરી ભાજપ સરકારે ધાક ઊભી કરે છે . અધિકારીઓને ભાજપ પગાર નથી આપતો. જનતાના ટેક્ષના નાણાંથી અધિકારીઓને પગાર ચૂકવવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram