Rajkot TRP Game Zone |રાજકોટ દુર્ઘટનાને લઈને બે સૌથી મોટા ખુલાસા જે તમને હચમચાવી નાંખશે |Abp Asmita
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા. abp અસ્મિતાએ કર્યા બે મોટા ખુલાસા. રહેણાંક પ્લોટ પર તૈયાર કરવામાં આવ્યો હતો મોતનો ગેમઝોન. બે રહેણાંક પ્લોટમાં થતી હતી કોમર્શિયલ પ્રવૃતિ. કોની મંજૂરીથી રહેણાંક પ્લોટ પર થતી હતી કોમર્શિયલ એક્ટિવિટી. ગેમઝોનનું નિર્માણ ટેમ્પરરી સ્ટ્રક્ચર ગણાવી ચાલતો હતો ગોરખધંધો. વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો ગેમઝોન. ટેમ્પરરી નિર્માણના નામે છટકબારી શોધવાનો કરાયો હતો પ્રયાસ. ડિસ.2023માં પોલીસ પાસેથી એક મહિના માટે લેવાઈ હતી ટેમ્પરરી મંજૂરી. જાન્યુ.,2024માં ટેમ્પરરી મંજૂરીને કરાઈ હતી રિન્યુ. મંજૂરી સમયે મનપામાં નહોતી કરાઈ કોઈ અરજી. મંજૂરી સમયે મનપાનો નહોતો લેવાયો અભિપ્રાય. સાંજ સુધીમાં abp અસ્મિતા કરશે અનેક ખુલાસા. abp અસ્મિતાની ટીમ કરશે પુરી તપાસ. અગ્નિકાંડના કારણોની સાથે ગેરકાયદે ગેમઝોન મુદ્દે કરશે તપાસ. ગેમઝોન ગેરકાયદે ચાલતો હતો તેના પૂરાવા abp અસ્મિતા પાસે. અગ્નિકાંડના જવાબદારોને ખુલા પાડવાનું abp અસ્મિતાનું અભિયાન .આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય એ જ abp અસ્મિતાનું અભિયાન.