Rajkot TRP Mall fire  Case | SITની પૂછપરછમાં સાગઠિયાનો મોટો ખુલાસો, ભાજપના પદાધિકારીનું આવ્યું નામ

Continues below advertisement

Rajkot TRP Mall fire  Case |રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ મોટો ખુલાસો કર્યો છે.. સાગઠિયાએ ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા છે.  રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ચાલતી પૂછપરછમાં હવે એક પછી એક બાબતો બહાર આવી રહી છે. મનસુખ સાગઠિયા આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશને તો સપ્ટેમ્બર 2023માં થયેલી આગના પગલે ગેમિંગ ઝોનના ડિમોલિશનનું કામ હાથ ધર્યુ હતુ, પરંતુ ભાજપના ત્રણ હોદ્દેદારોએ દરમિયાનગીરી કરીને આ ડીમોલિશન રોકાવ્યું હતું. આમ કોર્પોરેશનને તેનું કામ કરતાં અટકાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભાજપના એક કોર્પોરેટર નીતિન રામાણીનું નામ તો આ મુદ્દે ખૂલી ચૂક્યું છે અને તેમણે મંતવ્ય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોઈ રૂપિયા લીધા નથી, પણ ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરવા જણાવ્યું હતું. હવે મનસુખ સાગઠિયાએ લીધેલા નામમાં તેમનું નામ છે કે નહીં તે જોવાનું છે. આ ઉપરાંત હવે બીજા બે કયા હોદ્દેદારના નામ ખૂલશે તે પણ જોવાનું છે. હવે આટલા મોટા ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં મીડિયા આટલા સમયથી સક્રિય રહ્યું ત્યારે હજી માંડ એક કોર્પોરેટરનું નામ બહાર આવ્યું છે અને હજી પણ બીજા કેટલા નામો ધરબાયેલા છે જે બહાર આવી રહ્યા નથી. કમસેકમ હવે ત્રણ નામ હોવાની ચર્ચા થઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram