Rajkot: વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે 21 આરોગ્ય કેન્દ્ર પર રજિસ્ટ્રેશન વગર અપાશે વેક્સિન,જુઓ વીડિયો
રાજ્ય સરકારના વેક્સિનેશન(Vaccination) અભિયાનને વેગ આપવા માટે રાજકોટના 21 આરોગ્ય કેન્દ્ર પર રજિસ્ટ્રેશન વગર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. સાંસદ મોહન કુંડારિયા(Mohan Kundaria)એ દીપ પ્રગટાવી આ અભિયાન ખુલ્લું મુક્યું છે. જેમાં સ્લોટ બુક કરાવ્યા વગર રસી લઈ શકાશે.