Rajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાં

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે એટલે કે 25મી જૂનના રોજ એક મહિનો થશે. આ એક મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવાયા છે. તો આ મુદ્દે કોંગ્રેસે લોકોની લાગણીને વાંચા આપવા માટે આવતીકાલ 25મી જૂનને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની રહી છે. આજે 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધ પાળવા માટેનું એલાન આપ્યું છે. તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, તાજેતરમાં જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મદદથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનનારના પરિવારજનો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ દ્વારા વીડિયો કોલથી વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પિડીતો સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે કહેશો તો આ મુદ્દો કોંગ્રેસ લોકસભામાં ઉઠાવશે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola