Rajkot ના કોઠારિયા વિસ્તારમાં સ્વાતિ પાર્કની મહિલાઓ પાણીની સમસ્યાથી પરેશાન
રાજકોટમાં આજે પણ પાણીની સમસ્યા છે. શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલી સ્વાતિ પાર્ક સોસાયટીની મહિલાઓ આજે પણ પાણીની સમસ્યાથી પરેશાન છે. અહીંના લોકોને પાણીની મુશ્કેલી એટલી હદે પડે છે કે હવે તેમનો આક્રોશ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.